પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હવે યોગવાદ પ્રમાણે સમજ પાડું છું તે સાંભળ. એનો આશ્રય લેવાથી તું કર્મનાં બંધનો તોડી શકીશ. ૩૯.

આ નિષ્ઠાથી થયેલા આરંભનો નાશ નથી, એમાં વિપરીત પરિણામ પણ આવતું નથી. આ ધર્મનું યત્કિંચિત્ પાલન પણ મહાભયમાંથી ઉગારી લે છે. ૪૦.

હે કુરુનન્દન ! (યોગવાદીની) નિશ્ચયાત્મક બુદ્ધિ એકરૂપ હોય છે, જ્યારે અનિશ્ચયવાળાની બુદ્ધિઓ એટલે કે વાસનાઓ બહુ શાખાવાળી અને અનંત હોય છે. ૪૧.

નોંધ : બુદ્ધિ એક ઘટી અનેક (બુદ્ધિઓ) થાય છે ત્યારે તે બુદ્ધિ મટી વાસનાનું રૂપ લે છે. તેથી બુદ્ધિઓ એટલે વાસના.

અજ્ઞાની વેદિયા, 'આ સિવાય બીજું કંઈ નથી' એવું બોલનારા, કામનાવાળા, અને સ્વર્ગને જ શ્રેષ્ઠ માનનારા લોકો જન્મમરણરૂપી કર્મનાં ફળૉ દેનારી, ભોગ અને ઐશ્વર્ય મેળવવાને માટે કરવાનાં (વિવિધ) કર્મોના વર્ણનથી ભરેલી વાણી મલાવી-મલાવીને બોલે છે; ભોગ અને ઐશ્વર્યને વિશે આસક્ત થયેલા તેમની તે બુદ્ધિ મરાઈ જાય છે; તેમની બુદ્ધિ નથી નિશ્ચયવાળી

૧૯