પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હોતી, અને નથી સમાધિને વિશે તે સ્થિર થઈ શકતી. ૪૨ - ૪૩ - ૪૪.

નોંધ : યોગવાદની વિરુદ્ધ કર્મકાંડનું એટલે જ વેદવાદનું વર્ણન ઉપલા ત્રણ શ્લોકમાં આવ્યું. કર્મકાંડ અથવા વેદવાદ એટલે ફળ ઉપજાવવા મથનારી અસંખ્ય ક્રિયાઓ. આ ક્રિયાઓ વેદાન્તથી એટલે કે વેદના રહસ્યથી, અલગ અને અલ્પ પરિણામવાળી હોવાથી નિરર્થક છે.

હે અર્જુન ! જે ત્રણ ગુણો વેદનો વિષય છે તેમનાથી તું અલિપ્ત રહે. સુખદુઃખાદિ દ્વંદ્વોથી છૂટો થા. નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિત રહે. કંઈ વસ્તુ મેળવવા-સાચવવાની ભાંગજડમાંથી મુક્ત રહે, અને આત્મપરાયણ થા. ૪૫.

જે અર્થ કૂવાથી સરે છે તે બધો બધી રીતે સરોવરમાંથી જેમ સરે છે, તેમ જ જે કાંઈ બધા વેદમાં છે તે જ્ઞાનવાન બ્રહ્મપરાયણને આત્માનુભવમાંથી મળી રહે છે. ૪૬.

કર્મને વિશે જ તને અધિકાર (કાબૂ) છે, તેમાંથી નીપજતાં અનેક ફળોને વિશે કદી નહીં. કર્મનું

૨૦