પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફળ તારો હેતુ ન હજો. કર્મ ન કરવા વિશે પણ તને આગ્રહ ન હજો. ૪૭.

હે ધનંજય ! આસક્તિ છોડી યોગસ્થ રહી એટલે કે સફળતા-નિષ્ફળતાને વિશે સમાન ભાવ રાખી તું કર્મ કર. સમતા એ જ યોગ કહેવાય છે. ૪૮.

હે ધનંજય ! સમત્વબુદ્ધિ સાથે સરખાવતાં કેવળ કર્મ ઘણું તુચ્છ છે. તું સમત્વબુદ્ધિનો આશ્રય લે. ફળની લાલસા રાખનારા પામરો દયાપાત્ર છે. ૪૯.

બુદ્ધિયુક્ત એટલે સમતાવાળો પુરુષ અહીં જ પાપપુણ્યનો સ્પર્શ થવા દેતો નથી; તેથી તું સમત્વને સારુપ્રયત્ન કર. સમતા એ જ કાર્યકુશળતા છે. ૫૦.

કેમ કે સમત્વબુદ્ધિવાળા મુનિઓ કર્મથી ઉત્પન્ન થતાં ફળનો ત્યાગ કરીને જન્મબંધનમાંથી મુક્ત થઈ નિષ્કલંક એવા મોક્ષપદને પામે છે. ૫૧.

જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને પાર ઊતરી જશે ત્યારે તને સાંભળેલાને વિશે તેમ જ સાંભળવાનુ બાકી હશે તેને વિશે ઉદાસીનતા પ્રાપ્ત થશે. ૫૨.

૨૧