પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનેક પ્રકારના સિદ્ધાન્તો સાંભળવાથી વ્યગ્ર થઈ ગયેલી તારી બુદ્ધિ જ્યારે સમાધિમાં સ્થિર થશે ત્યારે જ તું સમત્વને એટલે કે યોગને પામીશ. ૫૩.

अर्जुन बोल्या :

હે કેશવ ! સ્થિતપ્રજ્ઞનાં એટલે કે સમાધિસ્થનાં શાં ચિહ્ન હોય ? સ્થિતપ્રજ્ઞ કેવી રીતે બોલે, બેસે ને ચાલે ? ૫૪.

श्री भगवान बोल्या :

હે પાર્થ ! જ્યારે મનમાં ઊઠતી બધી કામનાઓનો મનુષ્ય ત્યાગ કરે છે અને આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ૫૫.

નોંધ : આત્મામાં આત્મા વડે જ સંતુષ્ટ રહેવું એટલે આત્માનો આનંદ અંદરથી શોધવો, સુખદુઃખ દેનારી બહારની વસ્તુઓ ઉપર આનંદનો આધાર ન રાખવો. આનંદ એ સુખથી નોખી વસ્તુ છે એ ધ્યાનમાં રાખવું

૨૨