પૃષ્ઠ:Anashakti Yog.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘટે. મને પૈસા મળે તેમાં હું સુખ માનું એ મોહ. હું ભિખારી હોઉં, ભૂખનું દુઃખ હોય છતાં હું ચોરીને કે બીજી લાલચમાં ન પડું તેમાં જે વસ્તુ રહેલ છે તે આનંદ આપે છે, તેને આત્મસંતોષ કહી શકાય.

દુઃખોથી જે દુઃખી ન થાય, સુખોની ઇચ્છા ન રાખે અને જે રાગ, ભય અને ક્રોધથી રહિત હોય તે મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે. ૫૬.

જે બધે રાગરહિત છે અને શુભ પામતાં તેને નથી આવકાર આપતો અથવા અશુભ પામીને નથી અકળાતો તેની બુદ્ધિ સ્થિર છે. ૫૭.

કાચબો સર્વ કોરથી અંગો સમેટી લે તેમ આ પુરુષ જ્યારે ઈન્દ્રિયોને તેમના વિષયોમાંથી સમેટી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર થઈ છે એમ કહેવાય. ૫૮.

દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મોળા પડે છે જરૂર; પણ [વિષય પરત્વેનો] એનો રસ નથી જતો; તે રસ તો પરવસ્તુના દર્શનથી, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમે છે. ૫૯.

નોંધ : આ શ્લોક ઉપવાસાદિનો નિષેધ નથી કરતો પણ તેની મર્યાદા સૂચવે છે. વિષયોને શાંત કરવા સારુ

૨૩