પૃષ્ઠ:Anashakti Yog.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કર્મયોગ

આ અધ્યાય ગીતાનું સ્વરૂપ જાણવાની કૂંચી છે એમ કહેવાય. તેમાં કર્મ કેમ કરવું અને ક્યું કરવું, તથા ખરું કર્મ કોને કહેવું જોઈએ તે સ્પષ્ટ કર્યું છે. અને બતાવ્યું છે કે ખરું જ્ઞાન પારમાર્થિક કર્મોમાં પરિણમવું જ જોઈએ.

अर्जुन बोल्या:

હે જનાર્દન! જો તમે કર્મના કરતાં બુદ્ધિને ચડિયાતી માનો છો તો હે કેશવ! તમે મને ઘોર કર્મને વિશે કેમ પ્રેરો છો? ૧.

નોંધ: બુદ્ધિ એટલે સમત્વબુદ્ધિ.

તમારાં મિશ્ર વચનથી મારી બુદ્ધિને તમે જાણે શંકાશીલ બનાવો છો. માટે તમે મને એક જ વાત નિશ્ચયપૂર્વક કહો કે જેથી મારું કલ્યાણ થાય. ૨.

નોંધ: અર્જુન મૂંઝાય છે; કેમ કે એક તરફથી ભગવાન તેને શિથિલ થવાને સારુ ઠપકો દે છે અને

૨૮