પૃષ્ઠ:Anashakti Yog.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેદી નાખ્યા છે તેવા આત્મદર્શીને હે ધનંજય ! કર્મો બંધન કરતાં નથી. ૪૧.

તેથી હે ભારત ! હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ સંશયનો આત્મજ્ઞાનરૂપી તલવારથી નાશ કરીને યોગનું સમત્વ ધારણ કરીને ઊભો થા. ૪૨.

ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'જ્ઞાન-કર્મ-સંન્યાસ-યોગ' નામનો ચોથો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૫૫