પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે અર્જુન ! આ સમત્વરૂપ યોગ નથી પ્રાપ્ત થતો અંકરાંતિયાને, અને નથી થતો નકરા ઉપવાસીને, અને તેમ જ તે નથી મળતો અતિ ઊંઘનારને અથવા અતિ ઉજાગરા કરનારને. ૧૬.

જે મનુષ્ય આહાર-વિહારમાં, ઊંઘવા-જાગવામાં તેમ જ બીજાં બધાં કર્મોમાં, પ્રમાણ જાળવે છે તેને યોગ દુઃખભંજન થઈ પડે છે. ૧૭.

સારી રીતે નિયમમાં આણેલું ચિત્ત જ્યારે આત્માને વિષે સ્થિર થાય છે અને કામનામાત્રને વિશે માણસ નિ:સ્પૃહ બને છે ત્યારે તે યોગી કહેવાય છે. ૧૮.

આત્માને પરમાત્માની સાથે જોડવાનો પ્રયત્ન કરનાર સ્થિરચિત્ત યોગીની સ્થિતિ વાયુરહિત સ્થળમાં અચલિત રહેનાર દીવાની જેવી કહેવાય છે. ૧૯.

યોગના સેવનથી અંકુશમાં આવેલું મન જ્યાં શાન્તિ પામે, આત્મા વડે જ આત્માને ઓળખીને આત્માને વશે જ્યાં મનુષ્ય સંતોષ પામે; વળી ઈન્દ્રિયોથી પર અને બુદ્ધિ વડે ગ્રહણ કરવાયોગ્ય

૭૧