પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવા અનંત સુખનો જ્યાં અનુભવો થાય છે; જ્યાં રહ્યો મનુષ્ય મૂળ વસ્તુથી ચલાયમાન થતો નથી; વળી જે પામ્યા પછી તેનાથી બીજા કોઈ લાભને તે અધિક માનતો નથી; અને જેને વિશે સ્થિર થયેલો મહાદુઃખથી પણ ડગતો નથી, તે દુઃખના પ્રસંગથી રહિત એવી સ્થિતિનું નામ યોગની સ્થિતિ જાણવી. એ યોગ કંટાળ્યા વિના દૃઢતા પૂર્વક સાધવાયોગ્ય છે. ૨૦–૨૧–૨૨–૨૩.


સંકલ્પથી ઉત્પન્ન થતી બધી કામનાઓને પૂરેપૂરી તજીને, મન વડે જ ઈન્દ્રિય-સમૂહને બધી યોગી ધીમે ધીમે વિરમે અને મનને અત્મામાં પરોવીને બીજા કશાનો વિચાર ન કરે. ૨૪–૨૫.

ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં ભમવા જાય ત્યાં ત્યાંથી તેને નિયમમાં આણીને (યોગી) પોતાને વશ લાવે ૨૬.

૭૨