પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે આર્જુન ! જે મનુષ્ય બધાને પોતાના જેવા જ ગણીને, સૂખ હો કે દુઃખ, બધે સમાનભાવે જુએ છે તે યોગી શ્રેષ્ઠ ગણાય. ૩૨. [નોંધ : શ્રી શંકરાચાર્ય કહે છે કે કોઈ પ્રત્યે પ્રતિકૂળ ના આચરનારો એ અહિંસક, સમગ્ર દરશનનિષ્ઠ યોગી સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ છે – કા૦]

अर्जुन बोल्या:

હે મધુસુદન  ! આ ( સમત્વરૂપી ) યોગ જે તમે કહ્યો તેની સ્થિરતા હું ચંચળપણાને લીધે જોઈ શકતો નથી.૩૩.

કેમકે, હે કૃષ્ણ ! મન ચંચળ જ છે મનુષ્યને વલોવી નાખે છે. જેમાં વાયુને દબાવવો રોકવો બહુ કઠણ છે તેમ મનને વશ કરવું પણ હું કઠણ માનું છું. ૩૪.

श्रीभगवान बोल्याः:

હે મહાબાહો ! એમાં શંકા જ નથી કે મન ચંચળ હોવાથી વશ કરવું કઠણ છે. છતાં હે કૌન્તેય ! અભ્યાસ અને વૈરાગ્યથી તે પણ વશ કરી શકાય. ૩૫.

મારો અભિપ્રાય છે કે જેનું મન પોતાને વશ નથી તેને યોગસાધના બહુ કઠિન છે; પણ

૭૪