પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જેનું મન પોતાને વશ છે ને જે યત્નવાન છે તે ઉપાયો વડે તે સાધી શકે છે. ૩૬.

अर्जुन बोल्या:

હે કૃષ્ણ ! જે શ્રદ્ધાવાન તો છે પણ યત્ન માં મંદ હોવાથી યોગભ્રષ્ટ થાય છે તે સફળતા ના પામવાથી શી ગતિને પામે છે ? ૩૭.

હે મહાબાહો ! યોગથી ભ્રષ્ટ થયેલો, ને બ્રહ્મ માર્ગમાં ભૂલો પડેલો તે, છૂટા વિખરાયેલાં વાદળોની જેમ, ઉભય-ભ્રષ્ટ થઈ નાશ થઈ નાશ તો નથી પામતો ? ૩૮.

હે કૃષ્ણ ! આ મારો સંશય તમારે જ સમૂળ દૂર કરવો જોઈએ. તમારા સિવાય બીજો કોઈ આ સંશય દૂર કરનાર મળે તેમ નથી. ૩૯.


श्रीभगवान बोल्याः:

હે પાર્થ ! એવા મનુષ્યનો નાશ નથી આ લોકમાં કે નથી પરલોકમાં. કલ્યાણ માર્ગે જનાર કોઈની પણ, બાપુ ! કદી દુર્ગતિ નથી જ થતી. ૪૦.

૭૫