પૃષ્ઠ:Anashakti Yog.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરતાં તે અધિક છે. તેથી હે અર્જુન ! યું યોગી થા. ૪૬.

નોંધ: અહીં તપસ્વીની તપશ્ચર્યા ફલેચ્છાવાળી છે; અને જ્ઞાની એટલે અનુભવજ્ઞાની નહીં પણ શાસ્ત્રપંડિત.

બધા યોગીઓમાં પણ જે મારામાં મન પરોવીને મને શ્રદ્ધાપૂર્વક ભજે છે તેને હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ૪૭.


ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ધ્યાનયોગ' નામનો છઠ્ઠો અધ્યાય અત્રે પૂરો થાય છે.

૭૭