પૃષ્ઠ:Angadvishti.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


<poem>

કવિત.

અંગદ-કહા જાને મૂરખ, તું દશરથકે નંદનકું; સનકાદિ જોગી જેસેં, પીર ધ્યાન ધરત હે; પતિતકો પાવન એ, ખાવન હે ખલકકો; ભક્તનકો બચ્છલ, કામ કરુના કરત હે; શશિ શેષ શારદ જુ, નારદ બસિષ્ઠ બર; ભૂપર જીવા જો ન વાકુ, ભરતપુર ભરત હે; સામળ જ્યુકે સ્વામીકી, પ્રતિત તું પર્ખ દેખ; ગિરિવર ગંભીર ધીર, નીર પર તરત હે. ૧૯૪

ઝૂલણા છંદ.

રા-સીત લેતાં ઘણું સમજશો સો વસા, વાટ વાંકી ઘણી વિકટ વાંટા; બિબુલ સૂકાં બળે લક્ષ લાગે બહીં, ચોહ પથ્થર પડે છે છેક છાંટા; રેત પીલ્યા થકી તેલ તે ક્યાં થકી, અધિક અતર વિષે આડ આંટા; રામને કામ છે સાથ રાવણતણે, ખાવો છે ગુંદ મહિં ક્રોડ કાંટા ! ૧૯૫

છપ્પો.

અંગદ-અંધ થયો દશકંધ, ધન્ધ ધારી શું બેઠો; કુળ અંગારો આપ, પાપરૂપી થઈ પેઠો; દશ છેદાશે શીશ, દીસ થયા તુજ વંકા; ઇશ થવા ઉફરાંટ, લક્ષ લૂંટાશે લંકા; પુત્ર તારા પ્રાજે થશે, વિધવા નાર તારી થશે; સમઝ મૂઢ મન મૂરખ મને, ચૌદ ચોકડી ચોવટ જશે. ૧૯૬

ઝૂલણા છંદ.

રા-શૂર સામદ છે સુભટ કો હાજરે, વાનરો મૂરખો મોજ માલે; પૂછે ગ્રહી ફેરવો શીશ પાછળથકે, વખાણનાં નામની લાણ આ લે; કોડ પહોંચાડો કરતૂક એના તણાં, જીભ ઝાલી કરી ચિત ચાલે; સેન એનું જુવે તેમ કટકા કરો, પેસવા લંકમાં ન કો હામ ઘાલે. અં-સૃષ્ટિ બ્રહ્માતણી સરજિયો કો નથી, રામ સેવક તણે મુખ બોલે; ત્રિલોકના નાથનાં ચરણ સેવું અમો, તેહ પ્રતાપ તું કોણ તોલે; રાવણ રંખ જાણી તને ગુજરું, લંક ઉદ્‌વસ્ત કરું ખાંત ખોલે; સામળતણા સ્વામીની રેણુ વંદનથકી, લેઉં વેંચાથી હું માન મોલે.