પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોરીયા અત્યારે સ્વાતંત્ર્યને લાયક છે કે નહિ, આંતરરાષ્ટ્રીય સંબંધોની દૃષ્ટિએ જોતાં જાપાન અત્યારે કોરીયાને મુક્ત કરી શકે કે નહિ,—એ સવાલો વિચારવાની કોરીયા ના પાડે છે. હવે તો એ સવાલ સમજણનો નથી, દારૂણ દર્દનો છે, ઉંડા ધિઃક્કારનો છે, સેંકડો વર્ષોના કારી ઝખ્મોનો છે. કોરીયાનું સંતાન ખીજ નથી બતાવતું, આંખો રાતી નથી કરતું, બહુ ઓછું બોલે છે, પણ એના હૈયાની જ્વાળા ચુપચાપ ભડભડી રહી છે.

પણ વિસરશો નહિ, ભ્રાંતિમાં પડશો નહિ, કે ક્રોધાંધ બનીને કોરીયા ભાન ભૂલ્યું છે. ના, ના. દુનિયાની નજરે કોરીયા પાગલ બનીને ચુપચાપ પડેલું દેખાય છે. પણ એ દેશના ઉંડાણમાં વ્યવસ્થિત, વિધવિધ ચળવળ ચાલી રહી છે. શાંગાઈ શહેરની અંદર કોરીયાની કામચલાઉ રાષ્ટ્રીય–સરકાર (Provisoinal Government) ની હમણાં જ બેઠક મળેલી, એ કેવળ નાટકીય તમાશો નહોતો. જાપાનને માલૂમ છે કે દેશભરની અંદર એ દેશી રાજ્યતંત્ર ચુપચાપ ગોઠવાઈ ગયું છે, ને રાજ્ય ચલાવી રહ્યું છે. પણ, એની કચેરીઓ ક્યાં ક્યાં છે, એના અધિકારીઓ કોણ છે, એનાં સાધનો ક્યાંથી ચાલ્યાં આવે છે, તેનું ભાન જાપાની જાસુસોને જરા યે નથી. બીજી ભયાનક બીના પણ જાપાની સરકાર જાણે છે.

કે પોતાના જ જાસુસો એ ગુપ્ત રાજ્યતંત્રને મદદ કરી રહ્યા

૧૦૧