પૃષ્ઠ:Asia nu Kalank.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૨ જું.

પ્રભાતનું શાંતિસ્થાન.

ચીનની કમર પર લટકતી કોઈ તલવાર જેવી આ દેવભૂમિ ચીનની પૂર્વમાં ને દક્ષિણમાં શોભી રહી છે. વાયવ્ય ખુણામાં જાપાની સામુદ્રધુની ઘુઘવે છે, અને દક્ષિણે તથા પશ્ચિમે અપરંપાર ન્હાના ન્હાના ટાપુઓ એને ઘેરીને બેઠા છે. બરફના મુગટ માથે મેલીને જળ દેવતાના સેંકડો કુમારો કેમ જાણે પ્રકાશમાં રમવા નીકળ્યા હોય, અને પૃથ્વીપરની એકાદ રમણીના પગ આગળ ઘેરો વળી કુતૂહલની નજરે નિહાળી રહ્યા હોય એવો રમ્ય દેખાવ કોરીયાના કિનારા પર ખડો થાય છે.

ઉત્તરથી દક્ષિણ સુધી આખા મુલક ઉપર અનેક ન્હાના મોટા ડુંગરા વેરાયેલા છે. રત્ન–કણિકા સમી એની દસહજાર શિખરમાલા ઉપર એક કાળે બૌધ વિહારો બંધાયેલા. આજ