પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેને બદલે હવે તે યોગ્ય લાગે છે ને અનુભવપૂર્વક થયેલી છે. એમ દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતું જાય છે.

જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય. શારીરિક અંકુશથી બ્રહ્મચર્યનો આરંભ થાય છે. પન શુદ્ધ બ્રહ્મચર્યમાં તો વિચારની મલિનતા પણ ન હોવી જોઈએ. સંપૂર્ણ બ્રહ્મચારીનાં સ્વપ્નમામ્ પણ વિકારી વિચાર ન હોય, ને જ્યાં સુધી વિકારી સ્વપનાં સંભવે ત્યાં લગી બ્રહ્મચર્ય બહુ અપૂર્ણ છે એમ માનવું જોઈએ.

મેને કાયિક બ્રહ્મચર્યના પાલનમાં પણ મહા કષ્ટ વેઠવું પડ્યું છે. અત્યારે એમ કહી શકાય કે તેને વિષે હું નિર્ભય બન્યો છું. પણમરા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઈએ તે મને મળી શક્યો નથી. મારા પ્રયત્નમાં ન્યૂનતા હોય એમ લગતું નથી. પણ ક્યાંથી અને કઈ રીતે આપણે ન ઈચ્છીએ તે વિચારો પણ રોકવાની ચાવી મનુષ્ય પાસે છે એ વિષે મને શંકા નથી. પણ એ ચાવી દરેકે પોતને સારુ શોધવી રહી છે એવા નિર્ણય ઊપર અત્યારે તો હું આવ્યો છું. મહપુરુષો આપણે સારુ પોતાના અનુભવો મૂકી ગયા છે તે માર્ગદર્શક છે. તે સંપૂર્ણ નથી. સંપૂર્ણતા એ કેવળ પ્રભુ પ્રસાદી છે, અને એથી જ ભક્તો પોતાની તપશ્વર્યાથી પુનિત કરેલા અને આપણને પાવન કરનારા રામનામાદિ મંત્રો મૂકી ગયા છે. સંપૂર્ણ ઈશ્વરાર્પણ વિના વિચારોની ઉપર સંપૂર્ણ જય ન જ મળી શકે. આ વચન બધાં ધર્મપુસ્તકોમાં વાંચ્યું છે ને તેનું સત્ય હું આ બ્રહ્મચર્યન સૂક્ષ્મતમ પાલનના પ્રયત્નને વિષે અનુભવી રહ્યો છું.

પણ મારાં વલખાંનો થોડોઘણો ઈતિહાસ તો હવેના પ્રકરણોમાં આવવાનો જ છે. અ પ્રક્રણને અંતે તો એટલું જ કહી દઉં કે મારા ઉત્સાહમાં મને પ્રથમ તો વ્રતનું પાલન સહેલું લાગ્યું. એક ફેરફાર તો મેં વ્રતની સાથે જ કરી નાખ્યો. પત્નેની સાથે એક પથરી અથવા એકાંતનો ત્યાગ કર્યો. આમ જે બ્રહ્મચર્યનું ઈચ્છાએ અનિચ્છાએ ૧૯૦૦ની સાલથી હું પાલન કરતો આવ્યો છું તેનો વ્રતથી આરંભ ૧૯૦૬ના વચગાળેથી થયો.