પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજા સાથીઓને ન જણાવા દીધું.

નડિયાદ પહોંચ્યા. ત્યાંથી અનાથાશ્રમ પહોંચવાનું અર્ધા માઈલથી અંદર હતું. છતાં દસ માઈલ જેટલું લાગ્યું. ઘણી મુશ્કેલીથી ઘરભેળો થયો. પણ આંકડી વધતી જતી હતી. પાયખાનાની હાજ ત પા પા કલાકે થાય. છેવટે હું હાર્યો. મારી અસહ્ય વેદના જાહેરા કરી અને પથારી લીધી. આશ્રમને સામાન્ય પાયખાને જતોતેને બદલે મેડી ઉપર પેટી મંગાવી. શરમ તો બહુ આવી, પણ લાચાર હતો.ફૂલચંદ બાપુજી વીજળીને વેગે પેટી લઈ આવ્યા. ચિંતાતૂર થઈ સાથીઓમારી આસપાસ વીંટળાઈ ગયા. તેમણે મને પ્રેમથી નવડાવ્યો, પણ મારા દુઃખમાં એ બિચારા શું ભાગ લઈ શકે? મારી હઠનો પાર નહોતો. દાક્તરને બોલાવવાની મેં ના પાડી. દવાતો નહીં જ લઉં. કરેલા પાપની સજા ભોગવીશ. સાથીઓએ આ બધું વીલે મોંએ સહન કર્યું. ચોવીસ કલાકમાં ત્રીસ ચાળીસ હાજતો થઈ હશે. ખાવાનું તો મેં બંધ જ કર્યું હતું. અને પહેલા દિવસોમાં તોફળના રસો પણ ન લીધા. લેવાની મુદ્દલ રુચિ નહોતી.

જે શરીરને હું આજ લગી પથ્થર જેવુમ્ માનતો તે શરીર ગરા જેવું થઈ ગયું હતું. શક્તિ હણાઈ ગઈ. દાક્તર કાનૂગા આવ્યા. તેમણે દવા લેવા વીનવ્યો. મેં ના પાડી. તેમણે પીચકારી આપવાનું સૂચવ્યું. એ પણ મેં ના પાડી. પિચકારીને વિષેને એ વખતનું મારું અજ્ઞાન હસ્યજનક હતું. હું એમજ માનતો કે, પિચકારી એટલે કોઈ પણ પ્રકારની રસી હશે. પાછળથી હું સમજ્યો કે. આ તો નિર્દોષ વનસ્પતિની ઔષધિની પિચકારી હતી. પણ જ્યારે સમજ આવી ત્યારે અવસર વીતી ગયો હતો. હાજતો જતો જારી જ હતી. ઘ્ણા પરિશ્રમને લીધે તાવ આવ્યો અને બેશુદ્ધિ પણ આવી. મિત્રો વિશેષ ગભરાયા. બીજા દાક્તરો પણ આવ્યા. પણ જે દરદી તેમનું માને નહીં તેને સારુ તેઓ શું કરી શકે?

શેઠ અંબાલાલ અને તમનાં ધર્મપત્ની નડિયાદ આવ્યાં. સાથેઓની સાથે મસલત કરી મને તેઓ તેમના મિરજાપુરને બંગલે ઘણી જ સંભાળપૂર્વક લઈ ગયાં. આ માંદગીમાં જે નિર્મળ, નિષ્કામ સેવા હું પાન્યો તેનાથી વધારે સેવા તો કોઈ પામી ન શકે એટલું તો હું અવશ્ય કહી શકું છું. ઝીણો તાવ વળગ્યો. શરીર ક્ષીણ થતું ચાલ્યું. મંદવાડ સારી