પૃષ્ઠ:Atmavruttanta.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી ૧૧૭

છું. ચંડીપાઠનો ઉપક્રમ સફલ થવાની ત્વરિત આશાથી જ કર્યો છે, ને સત્યનારાયણની કથા એક શતચંડી ઇત્યાદિ બાધા પણ લીધી છે. અહો! દૈવગતિ વિલક્ષણ છે! મુંબઈથી ભાવનગર જતાં બરણી ભાગવાથી જે અપશુકન માનેલા તે સફલ થયા જ !! શરીર જેવું તેવું પણ ઉભું છે એ ઈશ્વરકૃપા જ. અત્રે ગમતું નથી. સરસ્વતીપ્રસાદમાં આનંદ મળે છે. પણ એક સ્થાને રહી શકાતું નથી. હવે તો નોકરી પર દાખલ થઈ જવાય તો શાંતિ વળે.