પૃષ્ઠ:Atmavruttanta.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧. કૃત્રિમ તાલુની વ્યવસ્થા
નડીયાદ
તા.૧૭–૭–૮૭
 

તા. ૧ જુનથી તા. ૧૭ જુલાઈ સુધી

નોકરી સંબંધી ગરબડ સાહેબ સાથે ચાલતી હતી તેવામાં મુંબઈમાં કોઈ દંતવૈદ્ય મારા ગાળામાં કૃત્રિમ વ્યવસ્થાથી બોલવાની હરકત ટાળશે એમ ધારી હું મુંબઈ ગયો. ત્યાં એક તેવા વૈદ્યને મળ્યો ને તેણે ખુશીથી તેમ કરવા કબુલાત આપી તથા તેમ થશે એવું સર્ટિફીકેટ પણ લખી આપ્યું. મુંબઈમાં મારી કોલેજના પ્રોફેસર ફરદુનજી મને મળ્યા તેમણે મને તથા સાહેબ(તે વખતે મુંબઈમાં હતા)ને મેળવી સમાધાન કરવા કહ્યું. મેં મળવાની હા કહી, પણ તે પહેલાં સાહેબ તરફથી મને દીવાનના હુકમની નકલ મળી તેની મતલબ એ હતી કે સાહેબે મણિલાલને બદલે માણસ રાખવો નહિ, કેમકે મણિલાલ આવ્યા વિના અમે કાંઈ કરી શકતા નથી. દરબારીઓએ સારી હીમત વાપરી એમ મને નિશ્ચય થયો ને મારે સાહેબને હવે મળવાની જરૂર ન હતી છતાં, તેઓ મળવા ઇચ્છે છે જાણી ગયો. મળ્યા. ત્યાં ઘણી સલાહશાંતિથી વાત થઈ ને મેં સાહેબને કહ્યું કે મારે અમુક દંતવૈદ્ય સાથે વાત થઈ તે પરથી મારે હવે રજા લેવાનું મન છે. તેણે કહ્યું ભલે ભાવનગર આવીને લેજો ને નવો માણસ આવે ત્યારે જજો. આ ઉપરાંત રા. મનઃસુખરામભાઈ સાથે પણ કચ્છ સંબંધી વાત થતાં વધારે વિશ્વાસ મળ્યો, તથા મારા મિત્ર નાનાસાહેબ વિલાયત જવા મુંબઈ ગયેલા તે ન જતાં ત્યાં જ રહેલા તેમને મળાયું. પછી નડીયાદ આવી ભાવનગર ગયો. ત્યાં રજા બાબત અરજી લખતી વેળે મેં મારૂં જે ખરૂં કારણ દંતવૈદ્યની વાતનું – જે હતું તે જણાવી રજા માગી. સાહેબ તો ભાવનગરમાં મને વિલક્ષણ રૂપે જણાયા. દીવાન સાહેબનો જે હુકમ તેમની વિરૂદ્ધ ને મારી તરફેણમાં થયેલો તે તેમને આડો ને અવળો સાલતો

૮૯