લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧
અનુભવ.


એ તેનો સારામાં સારો પેદા કરનાર સાથી છે. ઘણીક વાતો આપણી જાતે અનુભવીએ છીએ, ને ડાહ્યાં થઈએ છીએ; પણ સારો માર્ગ એ છે કે અવલોકનથી, ને બીજાના અનુભવનો વિચાર કર્યોથી આપણે ઘણુંક ડહાપણ પ્રાપ્ત કરીએ. આટલા માટે તીવ્ર અવલોકન શક્તિ ધારણ કરી સંસારમાં વિચરવું ને પ્રેક્ષકવત સર્વત્ર અવલોકન કરતાં અનુભવ ગ્રહણ કરતાં ચાલવું, અનુભવમાં એથી પણ અધિક વધવા માટે સંસારનાં જે મહા કાર્યો હોય જેનાથી ઘણાંને લાભ થવાનો સંભવ હોય, તેવાં કાર્યો માથે લેવાની હીંમત કરવી, ને તેમાંથી અનેક અનુભવ પ્રાપ્ત કરવા. એવા અનુભવમાંથી કાર્ય આવડે છે એટલું જ નહિ પણ બીજા અનેક ગુણ પણ સ્વત:જ ફુરી આવે છે.

અનુભવ કરવામાંથી જ આપણું કસોટી થાય છે. વાત કરવામાં સર્વે શૂરા હોય છે. ઘરના ખુણામાં સર્વે પવિત્ર હોય છે, પણ સંસારની હચડા- હચડીમાં, ને ભાતભાતનાં પ્રલેભનની, જગતના મિથ્યા પ્રલાપ અને કપટમય વ્યવહારની તાણાતાણમાં, જેનું સચ્ચરિત પિતાના હૃદયની પ્રતીતિપૂર્વક નિષ્કલંક રહે, તે જ ખરાં પૂજ્ય છે. એમ અનુભવ જેમ સર્વ પ્રકારનો શિક્ષક છે, તેમ સર્વ ઉત્તમ ગુણની કસોટી છે. માટે કહેવાનું તાત્પર્ય એટલુંજ છે કે તમે જે જે જ્ઞાન પ્રાપ્ત કરો તે અનુભવ સહિત પ્રાપ્ત કરજજો; ને જે જે વસ્તુ તમે શીખો તે બીજાને શીખવી શકે નહિ ત્યાં સુધી પૂરી શીખ્યાં છો એમ જાણશે નહિ. વળી જે અનેક ગુણના લાભ અનુભવથી થાય છે તે ગુણ પ્રાપ્ત કરવા સારૂ અનુભવની આંટીએ ચડતાં કદાપિ ડરશે નહિ, કે પાઇ હઠશે નહિ; તેમ અનુભવમાં ઉતર્યા પછી તમારા જે સદ્વિચાર હોય તેથી ડગશો નહિ, કેમકે એના તાપમાંથી વાઈને શુદ્ધ નીકળશે તેજ તમારા સદ્વિચારની શુદ્ધતા છે. એક પાસાથી જેમ કેવલ વિચારના તરંગ ચઢેલાં ભોળાં ન કહેવાએ તેમ બીજી પાસાથી કેવલ અનુભવને જ વળગી રહી પ્રપંચી ન કહેવાએ તેની સારી પેઠે સંભાળ રાખજે; ને જે અનુ- ભવમાં તમારે પ્રારબ્ધવશાત પડવું પડે તેમાં એવાં નીવડજો કે જેથી તમારું વર્તન તમારી પાછળ થનારને તેમ તમારા સાથીને એક ઉત્તમ દૃષ્ટાન્ત થઈ પડે. તમે આ પાઠમાળા વાંચી અનેક વિચાર મનમાં ભર્યા છે, પણ એ વિચારને અનુભવની સંગ્રામ ભૂમિમાં દોડાવવાનો સમય હવે આવે છે, તે સમય તમે તમારા વિચારરૂપ દૂતને અનુભવથી હઠવા નહિ દે, પણ બંનેની સરખી મૈત્રી કરાવી વિજયી થશો, એમાં તમારું કલ્યાણ છે. ૨૧