સુધી રડવાનો માર્ગજ શીખવવો નહિ, તેને માર્યા વિનાજ તેની પાસે જે કરાવવું હોય તે કરવાની તેને ટેવ પાડવી; પણ કવચિત તે રડે તો તેના રડવાના વેગને એકાએક બંધ ન પાડી દેવો, કેમકે એકાએક તેમ થવાથી ઉશ્કેરાયલું બલ અંદરની પાસા ઘેરાઈ રહે છે ને પ્રત્યાઘાતથી બાલકના રકતાશયને કે એવા કેાઈ અયવને હાનિ કરી તેનો પ્રાણ પણ હરે છે.
બાલકને શરીર વિષે આટલી સાધારણ સુચનાઓ કર્યા પછી તેના મન વિષે પણ કહેવાની આવશ્યકતા છે. બાળકનું મન માત્ર અનુકરણની શક્તિરૂપજ હોય છે; તેનામાં અનુકૂલ પ્રતિકૂલ સમજવાની સ્વાભાવિક શક્તિ હોય છે. પરંતુ તે તો વિશ્વમાં જંતુમાત્રને હોય છે. માનસિક શક્તિ સંબધે તો તેને પ્રબલમાં પ્રબલ વૃત્તિ અનુકરણનીજ હોય છે એમ હોવાથી ઘણો લાભ છે. કેમકે બાલકને જે માર્ગે દોરવું હોય તે માર્ગે દોરવાનું એથી કરીને સરલ પડે છે. જે માબાપ કુશલ હોયતો બાલકને એવી રમતોએ ચઢાવે, એવાં રમકડાં આણી આપે, એવી વાતો ને કહાણીઓ સંભળાવે, કે જેમાંથી તેની સાધર્મ્ય વૈધર્મ્ય પરખવાની સ્મરણ શક્તિ, સંયોજન શક્તિ, કલ્પના શક્તિ, તુલના શક્તિ, અવલોકન શક્તિ, વિચાર શક્તિ, વિવેક શક્તિ, બધું અજાણતાંજ ધીમે ક્રમે ખીલતું અને કેળવાતું ચાલે. લોકો એમ જાણે છે કે નીશાળમાં બેસી ચોપડી લઈને ભણવું તેનું જ નામ કેળવણી છે, પણ એના જેવી બીજી ભુલ એકે નથી, કેમકે માણસ અવતરે ત્યારથી તે મરે ત્યાં સુધી તે એક નીશાળેજ બેઠેલું છે, ને વિશાલ વિશ્વના ગૂઢ ગ્રંથનાં પનાંને પાઠ તેની ઇન્દ્રિયો અને તેની બુદ્ધિ નિરંતર લીધાંજ જાય છે. માટેજ અજાણતાં પણ એ પાઠ મળ્યાં જ કરે છે. બાલકની રમતો, વાતો,એટલું જ નહી, પણ તેનાં સોબતી, તેને રહેવાનાં, રમવાનાં, ફરવા જવાનાં, ઠેકાણાં તે પણ ચતુર માબાપ વિચારી વિચારીને યોજે છે. બાલક અનુકરણ કરે છે તેમ જે નવી વાત દેખે છે તે સમજવાને પણ બહુ ખંતવાળાં હોય છે, પણ માતાઓ શું કરે છે ? બાલક પૂછે છે, મા! મા ! પેલું શું? મા તેને ટપલી મારીને કહે છે કે તારા બાપનું કરમ, પડી રહેને છાનુંમાનું. આમ કરવું બહુજ હાનિકારક છે. બાળકને જિજ્ઞાસા વધતી ચાલે તેવી રીતે તેની જિજ્ઞાસા પૂરી પાડવી જોઈએ. એમાં કંટાળા ખાવાથી બાલક્ના મનનો તંત્ર ખીલીને વૃદ્ધિ પામવાને બદલે કરમાઈને મરી જાય છે. જો એવી ટેવને તેની શક્તિ પ્રમાણે તે સમજે તેવી રીતે વધારી હોય તો બાલકને અવલોકન કરવાની ટેવ પડે છે, તે એમ તેની બુદ્ધિ ખીલે છે. કોઈ વાત કરવાની કે જોવાની