પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુ પ્રહરી બન્યું
૧૫
 


મૃત્યુ પ્રહરી બન્યું


ઝૂલણાં

કોણ છે ? — મૃત્યુ છું : કેમ ટેલે અહીં ?
છે અહીં આજ મારું રખોપું.
સાંભળી મોતના બોલ માનવ હસ્યાં —
વાહવા ! ચોર પ્રહરી બન્યો શું !

મોતના હાથમાં કારમી રાતમાં ૫
ભાઈ દેખાય કુંપા અમીનાં;
એકવીસ રાત લગ એક મટકાં વિના
મોત બાળી રહ્યું દીપ ધીના.

જાગરણ ખેંચતા મોતને નેણલે
નેવલાં આંસુનાં જોઈ ચાલ્યાં; ૧૦
બોલકાં માનવી જોઈ વિસ્મય થયાં
પૂછતાં મોતને, કેમ રો 'લ્યા !