પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬
બાપુનાં પારણાં
 


લાખ જીભે તમે લાદિયા માનવી!
મોહરે શિર બદનામી-બોજા,
વાંક મારે દઈ પારકે પાય જૈ ૧૫
 કરગર્યાં કેમ કંગાલ સોજાં !


'મરી જશે ! મરી જશે! મેલી દો બાપજી!'
બોલતાં જીભ શાને ન કરડી !
લોહીલોહાણ હૈયે રડી હું રહ્યું :
કાળ મલકી રહ્યો મૂછ મરડી. ૨૦


મારનારી તમારી હશે દીનતા-
નામ મારું નકામું દુણાશે.-
એ ભયે માનવી ! જાગું છું, પ્રાર્થું છું,
નાથ ! કયારે હવે પ્રાત થાશે ?