પૃષ્ઠ:Bapuna-Parna.pdf/૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


Bapuna Parna 2.jpg

અનશન-તિથિઓ


બાપુ ! છ માસના વ્હાણાં રે
કારાગરની કબરે ઓરાણા રે
કૂડા બોલે કાળજડાં ત્રોફાણા
રઘુપતિ રામ ! રૂદેમાં રેજો રે !

બાપુ ! લખિયા છે કાગાળ કરડા રે
વાચી હાકેમ થઈ ગયા ઠરડા રે
દેતી વગડામાં ધેનુ ભાંભરડા - રઘુપતિ રામ૦