પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


ઠીકરીઓ બનાવી શકે છે. ફૂટવાનો ભય કોઈએ રાખવો જોઈએ તો તે ઘડાએ રાખવાનો છે, ઠીકરીને શો ભય હોઈ શકે ?”

અથવા સરભોણમાં ખેડૂતોને કુદરતનો કાયદો શીખવનારું ભાષણ લો :

“હું તો તમને કુદરતને કાયદો શીખવવા માગું છું. તમે બધા ખેડૂતો હોવાથી જાણો છો કે જ્યારે થોડા કપાસિયા જમીનમાં દટાઈ, સડી નાશ પામે ત્યારે ખેતરમાં ઢગલાબંધ કપાસ પેદા થાય છે. આપ મૂઆ વિના સ્વર્ગે જઈ શકાય તો જ કેવળ ધારાસભામાં ઠરાવ પસાર કરે આપણને મુક્તિ મળી શકે.

કષ્ટ તો તમે ક્યાં નથી વેઠતા ? ખેડૂત જેટલાં ટાઢતડકો, વરસાદ, ચાંચડમચ્છર વગેરેના ઉપદ્રવ કોણ સહન કરે છે ? સરકાર એથી વધારે શું દુઃખ નાંખી શકે તેમ છે ? પણ દુઃખ સમજપૂર્વક ખમો એ હું માગું છું, એટલે જુલમની સામે થતાં શીખો. તેનો ભયથી સ્વીકાર ન કરો.

જો ઘેટામાંથી જ તેને સાચવનારો ઘેટો નહિ નીકળે તો શું એ વિલાયતથી સાચવનારા લાવી શકશે ? લાવી શકે તોયે તેને પોસાચ નહિ. એ કાંઈ અઢી આનામાં રહે નહિ, આવાં છાપરાંમાં રહે નહિ; તેને બંગલો જોઈએ, બાગબગીચા જોઈએ; તેનો ખોરાક જુદો, હાજતો જુદી; જુદો ધોબી, જુદો ભંગી વગેરે જોઈએ. એ રીતે તો સરકારને માથા કરતાં મુંડામણ મોંઘું પડી જાય. દર ગામે બબ્બે અંગ્રેજ રાખે તો આ તાલુકાના પાંચ લાખ વસૂલ કરતાં કેટલા ગોરાઓ રાખવા જોઈએ અને તેનું કેટલું ખર્ચ પડે એની ગણત્રી કરવી મુશ્કેલ નથી.

પટેલોને આટલું કહેતાં શું મને સારું લાગે છે ? મને તો ઊલટી શરમ લાગે છે. આપણા પટેલોનો મોભો વધે એ હું ઇચ્છું છું. પટેલો તો રૈયતના રક્ષકો હોય. તેવા પટેલોને તો હું મારા ભાઈઓ ગણું અને તેમની સાથે હાથ મિલાવતાં મને અભિમાન થાય.

મને શરૂઆતમાં કોઈ કોઈ કહેતા કે આવા ઝગડામાં ઊતરીને જોખમમાં પડવું તે કરતાં સવારમાં બે કલાક વહેલા ઊઠી વધારે મજૂરી કરીશું. આવા માણસોએ જગત ઉપર જીવવાનું શું કામ છે ? તેઓ માણસને રૂપે બળદનું જીવન ગુજારે એ કરતાં મરીને બળદનો જ જન્મ ધારણ કરે. ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું. કોઈ એમ ન કહે કે ‘ગાળ કે ખોટી વણિકવૃત્તિનો ગુજરાતી શું કરી શકે ? બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલો ગુજરાતી પણ થઈ શકે. માત્ર તેણે પોતાના માન ખાતર મરતાં શીખવું જોઈએ. હું ગુજરાતીઓને કહું છું કે શરીરે

૯૦