પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ‘વાલનો શેા ભાવ ઊપજ્યો ?’

‘વાલ તો ઘરમાં વપરાયા.’

‘તમારી પાસે ઢોર કેટલાં છે ?’

‘૩ ભેંસ, ૧ પાડી, ૪ ગાય, ૩ વાછડી, ૪ બળદ.’

‘બળદને માટે તમારે બહારથી કેટલી વસ્તુ લાવવી પડી ?’

‘ગુવાર, ખોળ, તેલ, ઘી, મીઠું, હળદર, ગોળ વગેરે ચીજો.’

‘બળદને માટે જ તમે આાવી સારી વાની રાખી છે કે ગાયભેંસને પણ ખવરાવો ?’

‘બળદને માટે જ, સાહેબ.’

‘ગુવાર કેટલા ?’

‘બધો એક જોડીનો ખર્ચ ગણાવું છું. ૩૪ રૂપિયાના ગુવાર: ૨૫ રૂપિયાનો ખોળ; ૧૦ રૂપિયા તેલઘીના; ૨ાા રૂપિયાનું મીઠું.’

‘મીઠું’ સાંભળીને સાહેબ ચોંક્યા. ‘બળદ મીઠું ખાય ?’

બળદને મીઠું એના ખોરાકમાં અનેક વસ્તુ સાથે ખવડાવવામાં આવે છે એ સમજાવવામાં આવ્યું.

‘બળદને માટે જુદું મીઠું લાવ્યા હતા ?’

‘જુદું શા માટે ? ૧૦ મણ લાવ્યો હતો. તેમાં અર્ધું ઘરમાં ગયું અને અર્ધું ઢોરોને માટે વપરાયું.’

‘દૂબળા કેટલા હતા ?’

‘ગયે વર્ષે ચાર દૂબળા હતા.’

‘દૂબળાનો ખર્ચ કેટલો આવે ?’

‘વર્ષે ૧૫૦ રૂપિયા.’

‘એ કેવી રીતે ?’

‘રોજના છછ આનાની ખોરાકી લેખે ૯ રૂપિયા.’ (પોતાને સુધારીને મહિને ૧૧ા રૂપિયા કહ્યા.)

‘દુબળાને કેટલું રોકડ અને કેટલું અનાજ આપો ?’

‘ખાધાખાઈ આપીએ તે ઉપરાંત તે ૨૫ રૂપિયા સુધીનો ઉપાડ કરે, અને ૧૫ રૂપિયાનાં કપડાં અને જોડા.’

૩૧૮