પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


પણ પૂછયું હોત તોપણ તે કહેત કે શેર ચોખા અને દોઢશેર જુવારથી સામાન્ય માણસ જીવતો નથી. આ ઉપરાંત રોકડ ખર્ચમાં રોકડ મજૂરી મકનજીભાઈએ કેટલી આપી એ તો સાહેબે તેને પૂછાવાની તસ્દી જ લીધી નહોતી ! સાહેબો માને છે કે દૂબળા અને ખેડૂત મળીને બધી ખેતી કરી નાંખી અને અને મજૂર લાવવાની જરૂર જ ન પડી.

પણ એ ખંડનાત્મક ટીકા કરવાનું દૂર રાખીને હવે એ જ, આંકડામાંથી ખરી સ્થિતિ શી નિષ્પન્ન થાય છે એ તપાસીએ. સાહેબોએ જે આંકડા સ્વીકાર્યા છે તે જ આંકડા લઈને ખેડૂતોનો આવકજાવકનો હિસાબ આ પ્રમાણે આવે છે :

૧૯ એકર ૩૨ ગુંઠા માલકીની, ૨૦ એકર ૧૨ ગુંઠા ગણોતની, કુલ ૪૦ એકર ૫ ગુંઠા જમીન.

આવક
રોકડ
દાણોદૂણી
રૂા. ૮૩૭-૦ ૧૦૮ મણ કપાસના,
૭ાા રૂપિયાના ભાવે.
૧૪૨-૮ ભાત
૧૨૦-૦ જુવાર
૧૪-૦ વાલ
૯-૮ દાળ
૧૨૪-૦ ઘાસ
૧૨-૦ કડબ
૧૫-૦ કચરું
૨૫-૦
――――
ગોતર
૪૬૩-૦
ખર્ચ
રોકડ
૧૪૩ બળદનું ખર્ચ
૪૨ ખાતર
૧૬૦
――――
ચાર દૂબળાના
૩૪૫ + ૨૨૫ ગણોત
? મજૂરીનો આંકડો
૩૨૬