પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
૧૯ર૧ ની યાદ

“તમે જેમજેમ લડતા જશો તેમતેમ લડતની મીઠાશ સમજતા જશો. આ લડતમાં મીઠાશ છે તેટલી કોઈ ચીજમાં નથી. તમે ખેતર વાવો છો અને પછી પાક થાય છે ત્યારે લણવામાં તમને જે રસ આવે છે તેના કરતાં આ લડતમાં વધારે રસ છે.”

પ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે, અને ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ જેમાંથી કોકકોકવાર સરકારની મનોદશાના ભણકારા મળી આવે છે તે કપાળ કૂટીને લખે છે : “સત્યાગ્રહની લડતનું જોર ઓછું થતું જણાતું નથી. ખાલસાની નોટિસો અપાઈ ગઈ છે, પણ જમીન મહેસૂલના કાયદા પ્રમાણે જમીન ખાલસા કરવાની રીત એટલી અટપટી છે કે સરકારનાં પગલાંનું પ્રત્યક્ષ પરિણામ દેખાતાં કદાચ થોડાં અઠવાડિયાં વીતે. થોડી જંગમ મિલકત જપ્ત કરવામાં આવી છે ખરી પણ તેની કશી અસર નથી. સરકારે જમીન ખાલસા કરવાની જે ધમકી આપી છે તેથી ખેડૂતો ડરશે ખરા, અને સત્યાગ્રહથી પોતે ધારેલાં ફળ આવતાં નથી એમ તે જોશે ત્યારે આખી લડત કડડડભૂસ કરતી તૂટી પડશે.”

પણ સરકારની એ આશા દહાડેદહાડે વ્યર્થ જતી હતી. એક મહિના પછી બારડોલી જનારને બારડોલીની નવી જ રોનક નજરે પડતી હતી.

બારડોલી તાલુકો હવે ચારે દિશાઓમાંથી સહાનુભૂતિ મેળવી રહ્યો છે. એ સહાનુભૂતિને માટે તેણે લાયકાત મેળવી છે, લડતના બે મહિનામાં તેણે પોતાનું બળ નિત્ય વધારે ને વધારે દાખવ્યું છે. એટલે સૌ એ લડત જોઈને હેરત પામે અને સહાનુભૂતિના ઠરાવ કરે તેમાં આશ્ચર્ય શું ? ડા. સુમંત મહેતાએ તો આખા ગુજરાતને હાકલ કરી હતી. શ્રી. વલ્લભભાઈ જ્યાં સુધી લડતનો રંગ જામે

૮૩