પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભક્તવીર ક્ષત્રિકુળ

લંધર જીલ્લાના ઇશાન ખૂણામાં, મૈયા સતલજ નદીને કિનારે તલવન નામનું એક નાનું નગર છે, તે મારી જન્મભૂમિ. લોકો કહે છે કે આ જ પ્રદેશ ઉપર પુરાણ કાળમાં જાલંધર નામના દૈત્યની આણ વર્તતી હતી. મહાદેવનું વરદાન પામીને અમર થયેલા એ જાલંધરને ઘેર જોગમાયા શી પતિવ્રતા પત્ની હતી. એ પત્નીના શિયળને પ્રતાપે તે જાલંધરના દેહમાંથી જ્યાં એક પણ લોહીનું ટીપું ટપકતું, ત્યાં એ ટીપે ટીપે એક્કેક જાલંધર ખડો થતો. એટલે જ રણસંગ્રામમાં જાલંધરનો સદા વિજય વરતો. એને વરદાન હતું કે જે દિવસે તારી સ્ત્રીનું સતીત્વ ભ્રષ્ટ થશે તે દિવસે જ તું મરીશ. આખરે વિષ્ણુ ભગવાને છલથી જાલંધરનું રૂપ ધરી, એ મહાસતીને શિયળભ્રષ્ટ કરી કેવી રીતે દૈત્યને નાશ કરાવ્યો, તે કલંક-કથા જાણીતી છે.

મારો જન્મ એક ક્ષત્રિ-કુળમાં થયો છે. મારા પૂર્વજો ફક્ત જન્મે નહિ, ગુણે કર્મ પણ ખરા ક્ષત્રિયો હતા. સાથોસાથ ભક્તિનો સંસ્કાર પણ મારા વંશમાં ઉત્તરોત્તર વહેતો