પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યવીર શ્રદ્ધાનંદ

૨૨


રોકીને એ બાલકને ટપ્પામાંથી પરબારો ઉઠાવી લઈ જવાનું ઘૃણિત આચરણ કર્યું હતું. એ પિશાચ પંડિતે પોતાની મનોરથસિદ્ધિને ખાતર મને પણ આ બાલકના સંબંધમાં કલંક ચડાવવાની કોશીશ કરેલી.

ત્રીજો અનુભવ એક એન્ટ્રન્સના વિદ્યાર્થીને થયો. મારા ઘરમાં આવીને એણે કુચેષ્ટાની કોશિશ કરી. મેં એને ફિટકાર આપી એાસરીની નીચે ધકેલી દીધો. એ મને આજીજી કરવા લાગ્યો કે “મારી પોલ ન ખોલજો.” પણ મેં તો વળતેજ દિવસે એની કલંક-કથા કોલેજમાં સંભળાવી દીધી.

આવી આવી ઘટનાઓએ મને ખાત્રી કરાવી કે કાશી તો વ્યભિચારનો નરક–કુંડ છે. વેદપાઠી પંડિતોનાં ચારિત્ર્ય દેખીને સંસ્કૃત ભાષા પર પણ મને ધિક્કાર છૂટ્યો.

રઝળપાટ : પહેલું અસત્ય

એક વાર હું પરીક્ષામાં નાપાસ થયો, મારા સહાધ્યાયીઓ ઊંચી શ્રેણીમાં ચાલ્યા ગયા હોવાથી ઉદાસ બની ગયો. એનાં એ પુસ્તકો ફરી વાંચવાં ગમ્યાં નહિ અને નીચલા ધોરણમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે બેસવામાં શરમ લાગી તેથી રઝળવા લાગ્યો. અંગ્રેજી નવલકથાના થોકડા વાંચવા શરુ કર્યા, ચિત્ત ચગડોળે ચડ્યું. નિશાળમાં ચોકડી પૂરાવા લાગી. નામ છેકાઈ ગયું. એક ગાંસડી ભરીને નવલો, ઇતિહાસ અને જીવન-ચરિત્રોનાં પુસ્તકો લઇ રજા પડતાં જ