પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

વકીલાતની ગાડી


કરવા ગયો ત્યારે થોડા મુકદમા મારી પાસે બાકી હતા. તેનો નિકાલ તો મારા અમુક મિત્રોએ કરી નાખ્યો. પરંતુ મારા મુન્શી સાહેબ તો મારી ગેરહાજરીમાં જૂના મુકર્દમાઓની ફી વસૂલ કરવા ઉપરાંત નવા મુકર્દમા પણ હાથ ધરવા લાગ્યા ! અને મારા વકીલોની પાસેથી એમ કહીને કામ લેવરાવવા લાગ્યા કે 'આ તો જૂના પડ્યા છે !' જો કોઈ જૂનો અસીલ આવી ચડે તો મુન્શીજી એમ જ કહી દે કે 'બીજો વકીલ કરવો હોય તો કરી લ્યો, પણ ફાવશો આ વકીલ કરવામાં.' ત્યારે અસીલ પૂછતો કે 'પણ ભાઈ તો નથી. એટલે કેસની તજવીજ કોણ કરશે ?' મુન્શી જવાબ દેતો 'અરે ગાંડા ! લાહોરમાં આ બધા વકીલોની નિશાળ છે, ત્યાં સરકારને એક બાહોશ શિક્ષકની જરૂર પડી હતી. બીજો કોઈ બાહોશ ભણાવનાર દેખ્યો નહિ તેથી સરકારે ભાઈને બોલાવેલ છે. તેની ગેરહાજરીમાં કોઈ વકીલ આપણને હરાવી નાખે તો ય શું ? ભાઈ આવીને તુરત અપીલ કરશે. ખબર છે ?' મુન્શીજીના આવા કાંટામાં કોઈ કોઈ માછલાં ફસાતાં પણ ખરાં !

દુકાનનું પાટિયું બનાવરાવવા મેં મુન્શીને આજ્ઞા દીધેલી. લખાઈને પાટિયું આવી પહોંચ્યું, જોઉં તો મારા નામની જોડે 'મુખતીઆર 'ને બદલે 'લીગલ પ્રેકટીશનર'નું પદ લગાડેલું. આ જૂઠાણાથી હું મુન્શી પર અત્યંત નારાજ થયેલો. મને જવાબ મળ્યો કે 'મેં તો આપના ભલા માટે