પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩

વકીલાતની ગાડી


એ વખતનાં લખાણે પરથી જાણી શકું છું કે વકીલાત છોડવા માટે હૃદયમાં યુદ્ધ થઈ રહ્યું હતું. ૧૮૯૧ની ૧૨મી જાનેવારીની રોજનિશિમાં મેં એક મહન્તના દુરાચારનો અહેવાલ લખ્યો છે. સંન્યાસ-આશ્રમની દુર્દશાનું વર્ણન કર્યું છે કે 'માતૃભૂમિના પુનરૂદ્ધાર માટે ઉગ્ર તપવાળા આત્મસમર્પણની કેટલી આવશ્યકતા છે, તે આવી ઘટનાઓ બતાવી આપે છે.' એ જ દિવસે કચેરીમાં જવાનું વૃત્તાંત લખ્યું છે કે 'વકીલોના ખંડમાં આ ધંધાના ધર્માધર્મ પર વાતચીત થઈ. હું વારંવાર મારા અંતરાત્માને પૂછી રહ્યો છું કે વેદધર્મની સેવાનું વ્રત ધારણ કરતો છતાં વકીલાત શી રીતે કરી શકું ? મને સાચો માર્ગ કોણ બતાવે ? પરમ પિતાની પાસે જ આ માર્ગ પૂછવો પડશે. આ સંશયાત્મકતાનો અંત આવવો જ જોઈએ. સેવા માટે સંપૂર્ણ આત્મસમર્પણ કરવું જ જોઈએ. પરંતુ આ કુટુંબનો મોટો અંતરાય છે તેનું શું ? હે પિતા ! તમે જ હવે તો હાથ ઝાલો ને માર્ગે દોરો !'”

છેલ્લી ગાંઠનું છેદન

પરમાત્માના દરબારમાં મારી આ પ્રાર્થના પહોંચી ગઈ. સંસાર સાથેની છેલ્લી ગાંઠ છૂટી જવાનો સમય અતિ નિર્દય ડગ ભરતો આવી પહોંચ્યો. મારી ધર્મપત્ની શિવદેવી, કે જે પોતે ધર્મગ્રંથોના અભ્યાસ ઉપરાંત મારા અન્ય વિચારોમાં પણ સહભાગી થઈ ચુકી હતી, અને મારી પુત્રીએાને