લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેઠ અને ચાકર

ઇ. સ. ૧૮૭૦ અને ૧૮૮૦ વચ્ચેના એક શિયાળાની વાત છે. સંત નિકોલસના પર્વ પછીનો દિવસ હતો. ગામમાં તહેવારની મોટી ધામધૂમ હતી. ગામની દુકાનોના માલિક વાસીલી ઍંડ્રીએવીચ બ્રેખુનોવ વેપારી મહાજનનો સભ્ય અને ધર્મસંઘનો એક અગ્રેસર હતો; એટલે તેને આજે દેવળમાં જવું પડેલું, અને પરગામથી આવેલાં સગાંસ્નેહીઓને પોતાને ઘેર જમાડવાં પડેલાં.

પણ એમણે સહુએ વિદાય લીધી ને કોઇ બાકી રહ્યું નહીં એટલે વાસીલીએ પડોશના એક જમીનદારને મળવા પરગામ જવાની તૈયારી કરવા માંડી. એની સાથે ઘણા વખતથી એક નાના જંગલની ખરીદીને અંગે વાતચીત ચાલતી હતી. વાસીલીને તરત ઊપડવાની ઉતાવળ હતી. પાસેના કસબામાંથી રખેને કોઇ ખરીદનારા પહેલા આવીને હાથમાં આવેલો કોળિયો ઝડપી જાય ને લાભ ખાટી જાય, એ વિચારથી તેનું હૈયું ધડકતું હતું.

વાસીલીએ જંગલના સાત હજાર આપવાના કહ્યા એટલા માટે જ પેલો જુવાન જમીનદાર દસ હજાર માગતો હતો. બાકી સાત હજાર તે જંગલની ખરી કિંમતનો માત્ર ત્રીજો ભાગ હતો. વાસીલીને કદાચ મોંમાગી કિંમતે જંગલ મળી ગયું