લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જીવનવન
 

અદાલતના મોટા મકાનમાં મેલવિન્સ્કીનો મુકદ્દમો ચાલતો હતો. વચલી છુટ્ટીની વેળા હતી. ન્યાયાધીશો ને સરકારી વકીલ ઇવાન શેબેકના ખાનગી ઓરડામાં ભેગા થઈને બેઠા હતા. ત્યાં ક્રાસોવસ્કીના પ્રસિદ્ધ મુકદ્દમાની વાત નીકળી. ફેડોર વાસીલીએવીચ સહેજ જુસ્સાથી કહેવા લાગ્યો: ‘એ કેસ આપણી હકુમતમાં નથી.’ ઇવાન ઇગોરોવીચે એથી ઊલટો મત દર્શાવ્યો. પીટર ઇવાનોવીચ ચર્ચામાં શરૂઆતથી સામેલ થયેલો નહીં, એટલે તેણે એમાં કશો ભાગ ન લીધો, ને તરતમાં જ આવેલું ‘ગૅઝેટ’ વાંચવું ચાલુ રાખ્યું.

‘ગૃહસ્થો !’ તે એકાએક બોલી ઊઠ્યો, ‘ઇવાન ઇલીચ ગુજરી ગયા, જાણ્યું ?’

‘શી વાત કરો છો ? હોય નહીં !’

‘લો આ રહ્યું, તમે પોતે વાંચી જુઓ,’ કહી પીટરે સંચા પરથી તાજો જ ઊતરેલો છાપાનો અંક ફેડોરના હાથમાં મૂક્યો. કાળી લીટીવાળા ચોકઠાની અંદર આ શબ્દો છાપેલા હતા: ‘પ્રાસ્કોવિયા ગોલોવીનાને સગાંસંબંધી તથા મિત્રોને તેના પ્રિય પતિ ઇવાન ઇલીચ ગૉલોવીન, જે ન્યાયની અદાલતના ન્યાયાધીશ હતા, તેમના ૧૮૮૨ ના ફેબ્રુઆરીની ૪ થી તારીખે થયેલા સ્વર્ગવાસની ખબર