લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 


આપતાં ઘણું દુઃખ થાય છે. પાયદસ્તની ક્રિયા શુક્રવારે બપોરે એક વાગે થશે.’

ઇવાન ઇલીચ અહીં ભેગા થયેલા ગૃહસ્થોનો સાથી હતો, ને તેણે સહુનો પ્રેમ સંપાદન કર્યો હતો. કેટલાંક અઠવાડિયાં થયાં તે માંદગીને બીછાને હતો, ને રોગ અસાધ્ય છે એવી લોકવાયકા હતી. અદાલતમાં એની જગા હજુ પૂરવામાં આવી નહોતી. પણ એવી અટકળો થયેલી ખરી કે ઇવાન મરી જાય તો એની જગા ઍલેક્સીવને મળે, ને ઍલેક્સીવની જગા પર વીનીકોવ કે સ્ટાબેલ બેમાંથી એક જણ આવે. એટલે ઇવાનના મૃત્યુની ખબર સાંભળતાં વેંત એ ખાનગી ઓરડામાં બેઠેલા દરેક જણને સૌથી પહેલો વિચાર એ જ આવ્યો કે એને લીધે કઇ કઇ નવી નિમણૂંકો થશે, ને પોતામાંથી કે પોતાના ઓળખીતાઓમાંથી કોની કોની બદલી થશે ને કોના કોના પગાર વધશે.

ફેડોર વાસીલીને વિચાર આવ્યો: ‘મને સ્ટાએલની કે વીનીકોવની જગા જરૂર મળવાની. એનું વચન મને ક્યારનું મળ્યું છે. એ જગા મળે તે વરસે આઠસો રૂબલનો પગાર વધે. ભથ્થું જુદું.’

પીટર ઇવાનોવ વિચાર કરવા લાગ્યો: ‘હવે મારે મારા સાળાની કાલુગામાંથી બદલી કરાવવાને અરજી કરવી જોઇએ. મારી બૈરી બહુ રાજી થશે. એનાં સગાં માટે હું કશું કરતો નથી એમ એ પછી નહીં કહી શકે.’

‘મને તે લાગતું જ હતું કે એ પથારીમાંથી ફરી બેઠા નહીં થાય,’ પીટરે મોટેથી કહ્યું. ‘બહુ ખોટું થયું.’

‘પણ એમને ખરેખર દરદ શું હતું તે?’

‘ડાક્ટરો કહી શકતા નહોતા. કહી તો શકતા હતા, પણ દરેક જણ જુદું જુદું દરદ બતાવતો હતો. ઇવાનને હું છેલ્લો જોવા ગયો