લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
 


લાગી કે પરલોકમાં પણ ખેડૂતો પહેલાંની જ પેઠે બૂમો પાડતા હશે ને તેને પહેલાંના જેવાં જ શરીર હશે? પોતે ઇહલોકમાં જ છે એમ તેને જ્યારે ખરેખર સમજાયું—ને ખાસ કરીને તેના બંને પગની આંગળી થીજીને જૂઠી પડી ગઇ છે એમ તેણે જોયું—ત્યારે તેને આનંદ થવાને બદલે દુઃખ થયું.

નીકીટા બે મહિના ઈસ્પિતાલમાં પડી રહ્યો. તેના પગની ત્રણ આંગળીઓ કાપી નાખવી પડી, પણ બીજી આંગળીઓ તો સાજી થઇ. એટલે તે કામ કરે એવો થઇ શક્યો, ને બીજાં વીસ વર્ષ જીવ્યો. પહેલાં થોડાંક વરસ ખેતીની મજૂરી કરતો; અને પછી ઘડપણમાં ચોકીદારનું કામ કરતો. ઓણસાલ જ તે, એની ઇચ્છા હતી તે પ્રમાણે મૂર્તિઓના ચરણ આગળ હાથમાં સળગતી મીણબત્તી રાખીને, મરી ગયો. મરતા પહેલાં તેણે બૈરીની ક્ષમા માગી, ને પીપવાળાને રાખવા માટે તેને ક્ષમા આપી. દીકરાની ને તેનાં છોકરાંની પણ વિદાય તેણે લીધી; મરતી વખતે તેના મનને એટલો ખરેખરો આનંદ થતો હતો કે ‘મને ખવડાવવાનો બોજો હું દીકરા ને વહુને માથેથી ઉતારું છું; અને આ જીવનથી થાકેલો હું પરજીવનમાં જાઉં છું.’ એ પરજીવન તેને પ્રતિવર્ષ ને પ્રતિક્ષણ વધારે સ્પષ્ટ તે વધારે આકર્ષક લાગતું જતું હતું. મૃત્યુ પછી જે સ્થાનમાં તે જાગ્યો ત્યાં તેની સ્થિતિ અહીંના કરતાં સારી છે કે નરસી, ને ત્યાં કંઈક મળવાની જે આશા તેણે રાખી હતી તે સફળ થઇ કે નિષ્ફળ ગઇ, તે આપણે સહુ થોડા જ વખતમાં જાણવા પામીશું.

(૧૮૯૫)



: મુદ્રક :
રામદાસ ઈ. પટેલ
રજની પ્રિન્ટરી
પ્રિન્સેસ સ્ટ્રીટ; મુંબઈ ૨.
: પ્રકાશક :
નંદલાલ મો. ઠક્કર
એન. એમ. ઠક્કર એન્ડ કંપની
પ્રિન્સેસ સ્ટ્રીટ; મુંબઈ-૨