ટૉલસ્ટૉયે ઇ. સ. ૧૮૭૭ માં ‘ઍના કૅરેનીના’ નામની નવલકથા પૂરી કર્યા પછી, એ જાતનું સાહિત્ય ન લખવાનો સંકલ્પ કર્યો, ને ધર્મગ્રન્થોના ઊંડા અભ્યાસ તથા આત્મપરીક્ષણ તરફ વળ્યા. આ પરિવર્તનથી એમના જીવનની ઉત્તરાવસ્થા શરૂ થઈ ગણાય. તે પછી પણ તેમણે ‘એ કન્ફેશન’ જેવો આત્મકથારૂપ ગ્રન્થ લખ્યો. એ નાનો છે, છતાં કલા અને આત્મકથનની દૃષ્ટિએ જગતનાં સર્વશ્રેષ્ઠ આત્મવૃત્તોની હારમાં મૂકી શકાય એવો છે, એમ પ્રસિંદ્ધ ટીકાકારોનું માનવું છે. એમના ચરિત્રલેખક એલ્મર મૉડ લખે છે કે “ટૉલસ્ટૉયે આ સિવાય બીજું એકેય પુસ્તક ન લખ્યું હોત, તોયે તેમનું નામ મહાન લેખક તરીકે, સ્પષ્ટ વિચારક તરીકે, અને બે છેડા વચ્ચેના મધ્યમમાર્ગ બનાવી માનવજાતિની કીમતી સેવા કરનાર તરીકે, કાયમ રહી જાત.”૧[૧] ‘ત્યારે કરીશું શું ?’ એ ગ્રન્થ પણ આ જ કાળમાં લખાયો.
આ આત્મમથન દરમ્યાન તેમને જે સત્યો જડેલાં તે વાર્તાસાહિત્ય દ્વારા લોકો સુધી પહોંચાડવાનો આરંભ તેમણે કર્યો, તેને પરિણામે લખાયેલી—સાવ નાની વાર્તાઓને બાદ કરતાં—પહેલી સમર્થ કલાકૃતિ તે ‘જીવનવન’ (‘ધી ડેથ ઑફ ઈવાન ઈલીચ’) હતી. માણસને જીવનમાં ગમે તેટલા પૈસા મળે કે ગમે તેટલી સુખસગવડો મળે તોપણ, એ જીવન જો પરાર્થે ન
- ↑ ૧. ‘ધી લાઈફ ઑફ ટૉલસ્ટૉય’, વી. ૧, પૃ ૪૧૨.