લખાણ પર જાઓ

પૃષ્ઠ:Be Navalkatha.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૧
 


ઇવાન આરામખુરસીમાં હજુ એની એ જ સ્થિતિમાં બેસી રહ્યો હતો.

જિરાસીમે ‘કમોડ’માં તરતનું ધોયેલું વાસણ પાછું ગોઠવી દીધું એટલે ઇવાન ઇવાન બોલ્યો : ‘જિરાસીમ ! અહીં આવ. મને જરા મદદ કર તો !’ જિરાસીમ એની પાસે ગયો. ‘મને ઊંચકી લે. મારાથી ઊભા થવાતું નથી. ને મિટ્રીને મેં મોકલી દીધો છે.’

જિરાસીમ શેઠની છેક પાસે ગયો. પોતાના મજબૂત હાથ વડે પણ હળવે રહીને જેવી હળવી રીતે તે પગલાં માંડતો હતો તેવી જ રીતે — શેઠને ઉપાડ્યો; એક હાથ વડે શેઠને ટેકો આપ્યો; ને બીજા હાથ વડે તેનું પાટલુન ઊંચુ ચડાવ્યું. શેઠને પાછો આરામખુરસીમાં બેસાડત. પણ ઇવાને કહ્યું: ‘મને દોરીને સોફા પાસે લઈ જા.’ જિરાસીમ, ખાસ પ્રયત્ન વિના ને દેખીતું દબાણ આવવા દીધા વિના, લગભગ ઊંચકીને એને સોફા પાસે દોરી ગયો, ને એને સોફા પર સુવાડ્યો.

‘હાશ. તું કેવે ફોરે હાથે ને સરસ રીતે બધું કરે છે !’

જિરાસીમે ફરી સ્મિત કર્યું, ને ઓરડામાંથી બહાર જવા બાજુએ ફર્યો. પણ ઇવાનને એની હાજરીથી એટલી બધી આસાએશ લાગી હતી કે જિરાસીમને જવા દેવાની એની ઈચ્છા નહોતી.

‘એક બીજું કામ. પેલી ખુરસી આમ લાવ તો. ના, પેલી બીજી—મારા પગ નીચે મૂક, મારા પગ ઊંચા રહે છે ત્યારે મને જરા ઠીક લાગે છે.’

જિરાસીમે ખુરસી આણી, તેને હળવે રહીને ઠેકાણે મૂકી, અને ઇવાનના પગ ઊંચકી એના પર મૂક્યા. ઇવાનને લાગ્યું કે જિરાસીમે પગ ઊંચા કરી રાખ્યા ત્યારે મને વધારે સારુંં લાગ્યું, પગ નીચે મૂક્યા ત્યારે ઇવાનને થયું કે પાછું દુખવા માંડ્યું છે.’

‘જિરાસીમ ! તું હમણાં કામમાં છે ?’

‘ના જી, કશા કામમાં નથી.’ ભદ્રલોકો સાથે કેવી રીતે બોલાય