પૃષ્ઠ:Be Navalkatha.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
 

મોબાર જ ન પુ જુએ છે, મૃત્યુ મરી ગયું મૈં લાલ,’ એમ લલકારે છે, ને આ જીવન કરતાં વિશાળ અને અધિક તેજસ્વી એવા નવજીવનમાં પ્રવેશ કરે છે. જીવનન્ત્યાતિપૂર રસાળું જગોજગ વ્યાપયુ રે Âાલ, અમરપણું પ્રગટયું પછી તણું મૃત્યુમી ગયું રે લેશ, ( સ્મરસ હિતા ) કથાના આ કરુણુ છતાં પ્રેરક એવા અન્તની સાથે વાચક પણ દુ:ખ અને કલેશથી ભરેલા આ લેાકની પાર જ ક્ષશુભર એ અકાટ જીવનસાગરની ઝાંખી કરી શકે છે. ‘શેઠ અને ચાકર' (માસ્ટર ઍડમૈન) એ પહેલેથી છેલ્લે સુધી અત્યંત રસિક એવી સાહસકથા છે. બરફના તોફાનમાં સપડાયેલા રોક અને ચાકરને ચિતાર લેખકે આખેડૂબ ખડા કર્યાં છે. નાનાં બાળકા તેમજ મેટેરાં સરખા રસથી વાંચી શકે એવી આ વાર્તા છે. ગમે તેટલા સ્વાથી માણસને પણ અન્તકાળે સદ્ધિ સૂઝે ત્યારે તે પોતાનું મેત કેવુ’ સુધારી લે એનુ જે દૃષ્ટાન્ત એમાં આલેખ્યું છે તે વાંચનારના મરણપટ પરથી કદી ભુંસાય એવું નથી. એમાં પણ વાસીલીને મૃત્યુ ભીષણ તે અકારું નથી લાગતું, પણ આવકારપાત્ર લાગે છે તે તેની ભેટ ફરતાં એને પરમ આનદ ઊપજે છે. ઢોલસ્ટોયે પૂર્વાવસ્થામાં, પેાતાને ખરેખર થયેલા અનુભવ પરથી, ‘બુકનું તાકાન’ નામની એક આ જ જાતની વાર્તા લખેલી. તેમાં તે ભૂલા પડેલા મુસાફરા આખી રાત રવડી પહેા ફાર્થે મુકામે પહેાંચી જાય છે. એને જ મળતા બીજો પ્રસંગ આલેખી તેમણે જગતના સાહિત્યમાં કાયમ કે એવી એક અમર કલાકૃતિ સર્જાવી; અને તેમાં વાસ્તવદર્શન તથા આદનિષ્ઠા એના સુભગ સયાગ સાધી બતાવ્યા. કલા પણ માણસની આત્મોન્નતિમાં કેવા મેટા ફાળે આપી શકે છે એનાં આ બે સરસ દૃષ્ટાન્તા છે. ગાધરા, ૧૮-૭-૪૫ ચંદ્રશંકર પ્રાણુશર શુકલ