પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૭ )


તેની ફીકર રાખવી નહીં. રાજાની હઠથી હુદડને તાબે થવું પડ્યું અને હુદડ રાજાને સાથે લેઇ ગામ માં નીકળ્યો અને એક સારા ઘરમાં પેઠો; આમ તેમ જોતાં એક ગોદડી હાલતી દીઠી તે ઉપરથી તેણે રાજાને કહ્યું કે વરસાદને મંગળે ખળ્યો છે અને તે અહીંજ છે માટે મોત આદરીને હું તેને અહીંથી કાહાડું છું એમ કહીને તેણે ગોદડીને ઉપાડી તો ઝટ શસ્ત્ર ઉઘાડી મંગળ હિદડની સામે થયો કે જેથી હુદડ ભય પામીને નાઠો પણ આખરે મંગળને તાબે થવું પડ્યું. હવે તારે જે કરી દેવું હોય તે ઝટ કરી લે એવુ જ્યારે મંગળે કહ્યું ત્યારે હુદડે ક્ષમા માગી પણ મંગળે માન્યું નહીં. મંગળ છુટતાં વરસાદ તો સત્વર એકદમ થયો પણ બિચારોરે હુદડ બેહોશ થઈ ગયો પણ થોડીવાર સાવધ થઈને ઘેર ગય્પ્ અને ભડળી કે જે તેને એકજ ઘણી વહાલી પુત્રી હતી તેને બનેલી વાત કડી; સાંભળતાંને વારજ ભડળી પિતાના પૂર્ણ પ્યારથી બહુ રડી. હુદડને પુત્ર નહીં તોપણ આ ઉપર કહેલી ભડળી નામની ભણેલી પુત્રી હતી નાનણણથી જ તે ચંચળ હતી એટલુંજ નહીં પણ સદ્‌ગુણી હતી, હુદડને પ્રાણ ત્યાગ થવા કરતાં પોતાની