પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડ કરતા તકલીફ આવી હતી.

( ૬ )


પુછ્યું પણ એ વિષે પુરતો જવાબ કોઈથી દેવાયો નહીં. કોઈએ સભામાં તેને કહ્યું કે હુદડ નામે એક બ્રાહ્મણ છે તે આવા કામમાં વધારે પ્રવિણ છે માટે આપ એમને બોલાવીને પુછો; જેથી રાજાએ તપા- સ તપાસ કરાવીને પોતાની હજુરમાં બોલાવી બનેલો વૃત્તાંત કહ્યો અને તે સાથે તેને સ _તાવીને કહ્યું કે જો તમો કારણ નહીં કહો અને તમારૂં વિદ્યાબળ અજમાવી વૃષ્ટી બંધ થઈ છે તે નહીં છોડવો તો હું દેહાંત દંડ દેઈશ એ નક્કી સમજજો, બ્રાહ્મણભાઈ લાડુમાંજ શૂરા અને તે સાથેજ લઢાઇ કરવી ગમે પણ આતો મહા સંકટ આવ્યુ તે થી હુદડ ગભરાયો તો ખરો પણ વિચારીને રાજાને કહ્યું કે જો હું કારણ આપને જણાવીશ તો મારૂં મૃત્યુ થશે. રાજા બોલ્યો કે નહીં કહો તો હું દંડીશ નહીં __ કર પણ એમજ થવાનું છે તો સારૂં તો એજ છે કે પ્રજાને માટે તમારે દેહ તજવો. “રાજ હઠ, બાળ હઠ અને સ્ત્રી હઠ” એ કહેવત આ વખતે હુદડને યાદ આવી અને તેણે વિચાર્યું કે હવે ઉગરવાનો રસ્તો નથી. વિચારમાં જોઈ રાજાએ કહ્યુ કે તમારા મૂઆ પછી કુટુંબનું હું પોષણ કરોશ માટે