પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૫ )


આગળ બોલાવ્યો, સર્વ ક્રીયા થયા પછી, તે સ્થળે ખીલી ઠોકાઇ કે જે જોઈ હુદડે સિદ્ધરાજને કહ્યું કે આ ખીલી શેષ નાગના માથા ઉપર આવેલી છે કે જે કહેવું સાંભળતાંને વારજ સર્વ મંડળ ખડખડીને હુસ્યું અને તેને ગાંડામાં ગણી કાહાડ્યો. સિદ્ધરાજે કહ્યું શેષ નાગ ક્યાં ને ખીલી ક્યાં ? હુદડ તમે કહો છો તે માનવામાં આવતું નથી. હુદડે ખીલી કાઢીને જોવા વિનતી કીધી કે જે પરથી સિદ્ધરાજે કઢાવી જોઈ તો અણી લોહીવાળી દીઠી અને તે જોતાંજ સિદ્ધરાજ તથા લોકો વિસ્મય થયા, ખીલી ફરી ઠોકાઈ કે તરતજ હુદડે કહ્યું કે આ બરોબર બેઠી નહીં તેથી અમુક વખતમાં રૂદ્રમાળો પડશે. આ સઘળું થઈ રહ્યા પછી જોશી પોતાને ગામ ગયા અને ધંધે વળગ્યા.

આ વિના બીજી દંત કથા એમ કહે છે કે કોઈ રાજાના રાજ્યમાં ઘણા વરસ સુધી વૃષ્ટી ન થઇ કે જેથી પ્રજા પીડા પામવા લગી, ગરીબ લોકો ભૂખે મરણ પામ્યા, અને પશુ આદી પણ નાશ પામવા લા લાગ્યું જેથી રાજા ચીંતાતુર થયો અને તેણે બ્રાહ્મણોને ભેગા કરી સભા ભરી, વસાદ ન આવવાનું કારણ