પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૪ )


આપણે આવ્યા છીએ તે તો આજ દેવ મુર્તિ છે. પણ આતે ત્યાં આવીને બકરાંનુ મુહુર્ત જોશે કે રૂદ્રમાળા નું એમ કહી મનમાં હસ્યા. “ધણીને સૂઝે તે ઢાંકણીમાં,” એમ કહી તેમણે વિચાર્યું કે રાજાનો હુકમ છે તો આપણે શું ? આપણે તો ચીઠીના ચાકર છીએ. આમ ધારી હુદડને વૃત્તાંત કહી સંભળાવ્યું. અને તેને પોતાની સાથે લઇ સત્વર રસ્તો લીધો. હુદડે સ્નાનાદિક કીધા વિના બ્રાહ્મણ છતાં ભોજન રાજાનાં તેડવા આવેલાં માણસો સમક્ષ કીધેલું અને સિદ્ધપુર આવતાં તો જોશીબાવા પવિત્રતા બતાવતા જમીન ખેદાવતા હતા એ સઘળું જોઈ માણસો ખડ ખડીને હસ્યા પણ વધારે વાત લંબાવી નહીં. આખરે સિદ્ધપુર પહોંચ્યા પછી હુદડને સિદ્ધરાજ આગળ રજુ કીધા અને સઘળો વૃત્તાંત કે જે પોતે જોઈ આશ્ચર્ય પામ્યા હતા તે છુપો કહી સંભળાવ્યો કે જેથી સિદ્ધરાજ પણ હસ્યો અને આશ્ચર્યપામ્યો તેમજ વિચારવા લાગ્યો. જ્યારે રૂદ્રમાળાના ખાટ મુહુર્તનો સમય થયો ત્યારે રાજમંડળાદી સર્વ તે ઠેકાણે મળ્યું અને સિદ્ધરાજે હુદડને પોતાના મનમાં ખુબ હસી એનુ વિદ્યાબળ જોવા પાયો નાખવાના સ્થળ