પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૩ )


ળી નહોતો તેમ તે ધનવાન નહોતો, વળી શરીર ઉપરથી તેને કોઈ તેજસ્વી પુરૂષ પણ ધારે એમ નહતું નહીં. હુદડે એક નાહાની ઝુંપડીમાં વાસ કીધો હતો અને પોતે પોતાનાં બકરાં વગેરે ચરાવતો આજ સ્થીતિમાં ગુજરાન ચલાવતો હતો અને ઘણું ખરૂ તે જંગલનોજ વાસી થતો એમ પણ કહેવાય છે. એના વિષે એક પ્રખ્યાત વાત કહેવાય છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહે સિદ્ધપુરમાં રૂઢ માળો બાંધવાનો આરંભ કર્યો ત્યારે તેને ખબર થવાથી. તેણે મુહુર્તને માટે હુદડ જોશીને બોલાવવા માણસો મોકલ્યાં હતાં. મોકલેલાં માણસો હુદડના ગામ પાસે આવી પહોંચ્યાં ને પુછ પરછ કરી તેની ચશ્ચર્યકારક નાહાની ઝુંપડી શોધી કાહાડી પણ તે ઘેર નહોતો તેથી આમ તેમ માણસો તેને શોધતા હતા, એટલામાં તો હુદડ બકરા ને આગળ કરી ખભે વાંશી મુકેલે તેમજ જોવા લાયક વેષે ચાલ્યો આવતો તેમણે જોયો; આજ હુદડ હશે એમ તેમને શંકા પણ ન થઈ કારણ એમણે જેવાં વખાણ સાંભળ્યાં હતાં તે પ્રમાણે થી તોએ વિચાર પણ કદી કરે એમ નહોતું. હુદડ સાથે સેહેજ વાત થતાંજ જણાઈ આવ્યું કે જેને માટે