પૃષ્ઠ:Bhadali Vakyo.pdf/૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૨)

નને આનંદ પમાડતા નજરે પડે છે અને સંભળાય છે અને એનાંજ વાક્યો ઉપર મુખ્ય આધાર રાખીને ખેતી કરે છે.

ઉપર દર્શાવ્યા પ્રમાણે જો કે ભડળી વાક્યો તેઓ બોલે છે ખરા પણ તે ખરાં શુદ્ધ તેમજ અનુકૃમે હોય એમ નથી તેમજ બધાં તેમના જાણવામાં પણ ભાગ્યેજ હશે, આ વગેરે વિચાર આવવાથી અજાણને લાભકારક થઈ પડે તેમજ ખેતીમાં શાહ્યકારક એવું “ભડળી વાક્ય” નામનું એક નાનું પણ ઉપયોગી પુસ્તક સુજ્ઞ જનોની આગળ શોધી તથા સુધરાવી, પ્રસિદ્ધ કરી મુકું છું.

ગ્રંથકાર ભડળી એ કોણ એ વગેરે વૃત્તાંત જાણવા પ્રમાણે આપવું જોઈએ એમ ધારી આ હેઠળ જણાવું છું.

તપાસ કરતાં પણ પુરતો આધાર મળી શકતો નથી તેથી ખાત્રી પૂર્વક કહી શકાતું નથી તોપણ દંત કથા વગેરેથી એમ જણાય છે કે સંવત ૧૨૧૨ અથવા એ અરસામાં મારવાડમાં હુદડ કે જેને ઉધડ પણ ઘણા લોકો કહે છે એ નામના બ્રાહ્મણ જોતિષ કામમાં વધારે પ્રવીણ થઇ ગયો. હાલના પ્રમાણે તે ડો-