પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૧૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

asdfgd




મીઠો.

સાંભળ સહિયર વાતડી નૌતમ આસો માસ;
શરદપૂનમની રાતડી ચંડ્રચડ્યો આકાશ. ૧

એવામાં હરી હરિ આવિયા વૃંદાવનને ચોક,
મોરલીમાં વેદ વજાડિયા તે સુણિયા ત્રિલોક. ૨

અષ્ટકુળ પરવત ડિલિયા ડોલિયા નવ કુળ નાગ,
મોર બપૈયા બોલિયા, સાંભળતા તે રાગ. ૩

જાતાં ને વળતાં થંભિયાં નદીઓ કેરાં નીર;
વચ્છને બાળ વલંભિયાં પીતાં પીતાં ખીર. ૪

ખગ મૃગ શ્રવણ કરી રહ્યાં તરણ ન વંદે ગાય;
ઠારોઠાર ઠરી રહ્યાં મુખ ચારો મુખ મ્હાંય. ૫

પવન રહ્યો મૂરઝાઈને, મુનિવર મુક્યાં ધ્યાન,
વળી રહ્યાં વિલંભાઈ વહેતાં ગગન વિમાન. ૬

વા નવલે વન વેલડી, પ્રગટા થયાં ફળફૂલ;
વીંધાઈ નીકલી વણ બેલાડી, અબળા સૌ કૂળ શૂળ. ૭

મોહી મોરલીના તાનમાં વ્યાકુળ થઈ વ્રજનાર,
એકએક નિશાનમાં હીંડે હારોહાર. ૮

નાકે ઓગણિયા આણિયા, નેપુર પહેર્યાં હાથ;
મોર શ્રવણમાં સમાણિયા, કાંકણીઓ પગ સાથ. ૯