પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


બોલ્યા જેસલ પીર, કઆથી રાણી બોલ્યા જેસલ પીરરે;
મને સંત ચરણમાં રાખનો, તોરલ દેરે જેસલ કહેછેજી. પાપ.



પદ ૨ ભજન.

જેસલ કરી લે વિચાર, માથે જમકેરો માર,
સ્વપના જેવો આ સંસાર, તોરિ રાણી કરે છે પોકાર,
આવોને જેસલરાય, પ્રેમથકી આપણ મળિયેં,
પૂરા સંત હોય ત્યાં જઇ ભાળિયેં — ટેક.

અનુભવી આવ્યો છે અવતાર, માથે સદ્‌ગુરુને ધાર,
જાવુ ધણીને દરબાર, બેડલી ઉતારે ભવપાર— આવોને. ૧.

ગુરુનાં જ્ઞાનનો નહીં પાર, ભગતી ખેલ ખાંડાની ધાર;
નુગરા શું જાણે સંસાર, એનો એળે ગ્યો અવતાર— આવોને. ૨.

ગુરુની ગતિ ગુરુની પાસ, જેવી કસ્તુરીમાં વાસ;
જ્યાં નામનો વિશ્વાસ, દીનનો નાથ પૂરે આશ— આવોને. ૩.

નિત નિત નાવાને જાય, કોયલ ઉજળી નવ થાય;
માવઠાને મેઘે કણ નવ થાય, ગુનિકાનો બેટો બાપ કેને કેવા જાય— આવોને. ૪.

દેખાદેખી કરવાને જાય, આતમા દીવડિયો દરશાય;
કૂડિયા કૂવે પડવા જાય, મૂરખા મુડિયો ગુમાય— આવોને. ૫.
 
ભેદુ વિના ભેળાં ન થાય, એ તો અધુરિયાં કહેવાય;
એને કાંય નૂર ન વરસાય, એનાં કલ્યાણ કેમ કરી થાય.— આવોને. ૬.

છીપું સમુદરમાં થાય, એની સફળ કમાઇ થાય;
સ્વાતીના મેહુલા વરસાય, ત્યાં તો સાચાં મોતી થાય— આવોને. ૭.

હીરા એરણમાં ઓરાય, માથે ઘણ કેરા ઘાય;
ફૂટે ફટકિયાં કે’વાય, તેની ખરે ખબરૂં થાય— આવોને. ૮.

ચંદા સુરજનો ઉજાશ, નવલખ તારા એને પાસ,
પવન પાણીનો પરકાશ, ચૌદ ભુવન તેની આશ— આવોને. ૯.

સવાલાખ કોથળિયો બંધાય, પૂરા ગાંધીડા કહેવાય ;
એવા સંત વિરલા થાય, હીરા માણુક સ્યા વેરાય— આવોને. ૧૦.