પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૧૧ ગરબી.

તારા મનમાં જાણે કે મરવું નથી રે,
એવો નિશ્ચે કર્યો નિરધાર;
તેમાં ભૂલી ગયો ભગવાનને રે. ધ્રુવ

ધન દોલત નારી ને ઘણા દીકરા રે,
ખેતીવાડી ઘોડાને દરબાર. તેમાં○

મેડી મંદિરને ઝરૂખા ને માળિયા રે,
સુખદાયક સોનેરી સેજ. તેમાં○

ગાદી તકીયાએ ગાલ મસુરિયાં રે,
અતિ આડ્ય કરે છે એજ. તેમાં○

નીંચું કાંધ કરીને નમતો નથી રે,
એવું સાધુ સંગાથે અભિમાન. તેમાં○

મરમાળી મોહનજીની મૂરતિ રે,
તેની સાથે ન લાગેલ તાન. તેમાં○

પાપ અનેક જનમનાં આવી મળ્યાં રે,
તારીમતિ મલીન થઈ મંદ. તેમાં○

‘દેવાનંદ’ના વહાલાને વિસરી ગયો રે,
તારે ગળે પડ્યો જમફંદ. તેમાં○



પદ ૧૨ ગરબી.

તારે માથે નગારાં વાગે મોતના રે,
નથી એક ઘડીનો નિર્ધાર,
તોય જાણ્યા નહીં જગદીશને રે.

મોટા મેલીને રાજ મરી ગયા,
જોને જાતાં ન લાગી વાર. - તોય. ૧

તારું જોબન ગયું જખ મારતું રે,
માથે કાળા મતી ગયાં કેશ. - તોય. ૨

અંતકાળે લેવાને જમ આવિયા રે,
તેનો ભાળી ભયંકર વેશ. - તોય. ૩

રોમ કોટિ વિંછું તણી વેદના રે,
દુ:ખ પામ્યો તું દૈવના ચોર. - તોય. ૪