પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

111212112



પદ ૮ રાગ એજ.

નાણું આપે નરભો રે, વાવરજો છોગાળા;
ગાંઠે બાંધજો તાણી રે, ધોલી ધજાવાળા. ટેક

કપટી કેશવ જાણત તો શાને, આવત પચાસ જોજન,
સાંભળ્યું શ્રવણે સાધુને છાપે છે, માટૅ મળવા ધસ્યું મન,
દરશન દ્યો ને રે દૂર કરી પાળા— નાણું. ૧.

ભેખ દેખીને અજર નથી કરતા, છાપ આપો છો હરિ,
પાઘડી ભાલી છાપ ખાલી છબીલા, પરીક્ષા તો એવી કરી!
સમસ્યા લેજો સમજી રે, જે કહી કાનડ કાળા!— નાણું. ૨

હારો છો જનથી નથી હરવાતા, માટે હરિ! હઠ મેલ,
કહે નરભો છોટાલાલ પ્રતાપે, નથી એ તલમાં તેલ;
લેવાનું મુજ પાસે રે, હરિ હરિ જપ માળા!— નાણું. ૩.