પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

124545645

પદ ૧૦ રાગ સારંગનો ચાબખો.

નિશ્ચે કરો રામનું નામ, નથી જોગી થઈને જાવું,
નથી કરવાં ભગવાં કાંય, નથી ભેગું કરીને ખાવું. ટેક

ગમે તો તમે ભગવાં કરજો, ગમે તો ઊજળાં રાખો,
નહીં દૂભવો સામા જીવને, સુખ સામાનું તાકો.— નિશ્ચે. ૧.

એક ત્રાજવે સૌ સંસારી, બીજે જોગી લાવો;
ક્યા જોગીને રામ મળ્યા, એવો તો એક બતાવો.— નિશ્ચે. ૨.

બોડાણો જાતે રજપૂત, ગંગાબાઈ છે નારી,
દાસ થઈને જો રહ્યાં તો, ઘેર આવ્યા ગિરધારી.— નિશ્ચે. ૩.

મહેતો, મીરાં ને પ્રહલાદ, સેનો નાપિક નાતિ;
ધનો, પીપો, રોહિદાસ, કૂબો, ગોરો કુંભારની જાતિ.— નિશ્ચે. ૪.